Friday 5 April 2024

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. તથા લોકરક્ષક કેડરમાં ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક અને જેલ સિપાઇ જેવી વર્ગ-૩ સંવર્ગની વિવિધ જગ્યાઓ પર કુલ ૧૨૪૭૨ ની ભરતી જાહેર કરવામાં આવી છે.

જાહેરાત ક્રમાંક : GPRB/202324/1

ભરતી કરવામાં આવેલ જગ્યાઓની વિગત

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - ૪૭૨
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - ૬૬૦૦
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - ૩૩૦૨
એસ.આર.પી.એફ. - ૧૦૦૦
જેલ સિપોઇ  - ૧૦૯૮

ફોર્મ ઓનલાઇન ઓજસ વેબસાઇટ મારફત ભરવાના રહેશે.

ફોર્મ ભરવાની શરૂ તારીખ : ૦૪/૦૪/૨૦૨૪
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪


વય મર્યાદા : મહત્તમ ૩૫ વર્ષ

લાયકાત : ધોરણ ૧૨ પાસ, ગ્રેજ્યુએશન 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની વિગતવાર સુચનાઓ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચનાઓની નોંધ (ર) માં જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે તેમ જણાવેલ હતુ. ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેની કાર્યવાહીમાં ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી વિગતવારની સુચનાઓ મૂકવામાં આવે છે,

વિગતવારની સુચનાઓ જોવા માટેઅહીં કલીક કરો......

ફોર્મ ઓનલાઇન ભરવા માટે અહીં કલીક કરો......

:: તા.૦૩.૦૪.૨૦૨૪ ::

પોલીસ ભરતી બોર્ડની ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ જે ઉમેદવારોએ ફીના નાણાં ભરવાના છે તેવા ઉમેદવારોએ SBIepay નું પેઇજ ખુલે તેમાં કયા મોડથી ફી ભરવાની છે તેની માહિતી આવશે તેમાં (1) UPI (2) Internet Banking તથા (3) Debit/Credit/Prepaid Cards મોડ હશે.

Debit/Credit/Prepaid Cards પૈકી જે ઉમેદવારોએ Debit Card થી ફી ભરવાની છે તેમાં ફકત Rupay Debit Card સિવાય અન્ય કોઇ Debit Card થી ફી ભરી શકાશે નહીં જે ધ્યાને લેવુ


No comments:

Post a Comment