ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક : ૨૦૧૨-૨૦૨૩૨૪
GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષા તારીખમાં ચુંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવેલ છે. પરીક્ષાના ના કોલ લેટર તારિખ ૨૭/૦૩/૨૦૨૪ ના રોજ બપોર થી ડાઉનલોડ કરવાના શરૂ થઇ રહ્યા છે જે તારીખ ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૧-૫૫ સુધી ડાઉનલોડ કરી શકાશે.
ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષા ૧ એપ્રિલ થી ૯મી મે સુધી ચાલનારી છે. જેમાં તાજેતરમાં જ લોકસભાની ચુંટણીની જાહેરાત થયેલ જેમાં ગુજરાતમાં મતદાન ૭મી મે ના રોજ રાખવામાં આવેલ છે. જે દિવસે સંપૂર્ણ ભારતમાં જાહેર રજા જાહેર કરવામાં આવે છે અને તમામ સ્ટાફ ચુંટણીમાં રોકાયેલો હોય છે. જેના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ૦૬ અને તારીખ ૦૭ મે ના રોજ લેવામાં આવનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવેલ છે અને બીજી તારીખો પર તબદીલ કરવામાં આવેલ છે. જે તારીખો સત્તામંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.
અપડેટ : ૦૧/૦૪/૨૦૨૪
તારીખ ૦૬ અને ૦૭ મે ના રોજની પરીક્ષા મુલતવી રાખવામાં આવેલ જે હવે નવેસરથી તારીખ અનુક્રમે તા.૧૫/૦૪/૨૦૨૪ અને તા.૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે.
નોધ : સંપૂર્ણ ફેરફાર જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
No comments:
Post a Comment