Sunday 19 January 2020

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ : જનરલ બિપિન રાવત


ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

  • ૦૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતના પ્રથમ CDS એટલે કે Chief of Defence Staff તરીકે જનરલ બિપિન રાવતે પદભાર સંભાળ્યો છે.
  • ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એ ભારતીય સશસ્ત્ર દળની ત્રણેય સેનાઓના વડા છે
  • આ ઉપરાંત તેઓ ભારત સરકારના સૌથી વરિષ્ઠ વર્દીધારી સૈન્ય સલાહકાર છે
  • તેઓ ફોર સ્ટાર જનરલનો રેન્ક ધરાવતા ઓફિસર છે
  • તેઓ ભારતના સંરક્ષણ મંત્રાલય અંતર્ગતના સૈન્ય અથવાતો લશ્કરી બાબતો અંગેના વિભાગ(Department of Military Affairs)ના વડા છે અને તેઓ આ વિભાગના સચિવ તરીકે કાર્ય કરે છે.
વિડિયો સ્વરૂપે જોવા માટે : ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ



ભારતમાં CDSની ભૂમિકા
  • ભારતના CDS ભારતની ત્રણેય સેનાઓ અંગે ભારતના સંરક્ષણ મંત્રીના મુખ્ય સલાહકાર છે
  • તેઓ ભારતની ત્રણેય સેનાઓ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય સાધવાના પ્રયત્નો કરશે
  • ભારતની ત્રણેય સેનાઓ વચ્ચે ફાળવવામાં આવતા સૈન્ય બજેટના શ્રેષ્ઠ, સંતુલિત અને તર્ક સંગત ઉપયોગમાં તેમની મહત્વની ભૂમિકા હશે
  • ભારતની ત્રણેય સેનાઓને આધુનિક બનાવવાની જવાબદારી તેમના શિરે રહેશે. તેમજ તેમના માટે શસ્ત્રોની ખરીદી કરવામાં સ્વદેશી હથિયારો અને સ્વદેશી સંરક્ષણ ઉપકરણોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં પણ તેમની મહત્વની ભૂમિકા હશે.
  • આ ઉપરાંત યુદ્ધની સ્થિતિમાં ત્રણેય સેનાઓ વચ્ચેના શ્રેષ્ઠ સંકલનની જવાબદારી પણ CDSના શિરે જ રહેશે 

ભારતમાં CDSના પદનું સર્જન
  • ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદના સર્જનને ભારતમાં આઝાદી બાદ સંરક્ષણ ક્ષેત્રે થયેલો સૌથી મોટો સુધારો માનવામાં આવે છે
  • ભારતમાં સૌપ્રથમ વખત લોર્ડ માઉન્ટ બેટને આ અંગે વિચાર રજુ કર્યો હતો.
  • જૂન,૧૯૮૨માં જનરલ કે.વી. કૃષ્ણરાવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદના સર્જન અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા
  • ત્યારબાદ ૧૯૯૯ના કારગીલ યુદ્ધ બાદ કારગીલ સમીક્ષા સમિતિએ ભારતમાં સૌપ્રથમ વખત ઓફિસિયલી આ પદની રચના અંગે ભલામણ કરી
  • કારગીલ સમીક્ષા સમિતિની ભલમણના આધારે ૨૦૦૧માં Group of Ministers દ્વારા આ પદના સર્જન અંગે સત્તાવાર દરખાસ્ત કરવામાં આવી
  • ત્યારબાદ ૨૦૧૨માં શ્રી નરેશ ચંદ્ર ટાસ્ક ફોર્સ અને ૨૦૧૬માં લેફ્ટનન્ટ જનરલ ડી.બી. શેક્ટકર સમિતિએ પણ CDSના પદ અંગે પોતાની દરખાસ્ત રજુ કરી હતી.
  • ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદનું સર્જન કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
  • અંતે ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટી (CCS)એ ભારતમાં આ પદના સર્જન અંગે મંજુરી આપી હતી અને તેની ઔપચારિક જાહેરાત કરી હતી

CDSનો પગાર અને વધારાની સુવિધાઓ
  • ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો પગાર અને અન્ય સુવિધાઓ સર્વિસ ચીફ જેટલી જ એટલે કે ભારતીય સેનાના ત્રણેય વડાઓ જેટલી જ રહેશે.
  • હાલમાં ભારતમાં ભારતીય ત્રણેય સેનાના વડાઓનો માસિક પગાર ૨,૫૦,૦૦૦ છે
  • આથી ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો પગાર ૨,૫૦,૦૦૦ રહેશે 

CDSની નિમણૂક
  • ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું નામાંકન કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કરવામાં આવશે
  • અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે

CDSનો કાર્યકાળ
  • ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાની મુદ્દત ૩ વર્ષ અથવા તો ૬૫ વર્ષનુ આયુષ્ય એ બેમાંથી પહેલા જે પુરૂ થાય તે છે 
  • ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય બાબતોના અધ્યક્ષ હોવા ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ પણ હશે
  • ભારતમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ સેનાની ત્રણેય પાંખોની બાબતોમાં સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈનિક સલાહકાર તરીકે કામ કરશે. જોકે, તેની સાથે સાથે ત્રણેય સેનાઓના અધ્યક્ષ પોતાની સેનાઓના સંબંધમાં સંરક્ષણ મંત્રીને સલાહ આપતા રહેશે
  • ભારતમાં CDS ભારતની ત્રણેય સેનાઓના વડાઓ કે પછી અન્ય કોઇપણ પ્રકારનો સૈન્ય આદેશ આપી શકશે નહી. ભારતમાં CDS રાજકીય નેતૃત્વને નિષ્પક્ષ સલાહ આપિ શકે તે માટે આ જોગવાઇ કરવામાં આવી છે
  • જનરલ બિપિન રાવતનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૫૮ના રોજ વર્તમાન ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જીલ્લાના પૌરી ખાતે થયો હતો.
  • તેઓ ૧૬ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ ૧૧મી ગોરખા રાઇફલની પાંચમી બટાલિયનમાંથી ભારતીય સેનામાં સામેલ થયા હતા.


4 comments:

  1. Borgata Hotel Casino & Spa - Mapyro
    Discover and compare Borgata Hotel 목포 출장안마 Casino & 인천광역 출장샵 Spa in Atlantic City, NJ and 부산광역 출장샵 other places to stay closest to Atlantic City. 김해 출장안마 See activity, reviews, 부산광역 출장마사지 directions,

    ReplyDelete